ડ્રેગન ફ્રુટ સહાય યોજના 2023

ડ્રેગન ફ્રુટ સહાય યોજના 2023:- ખેડૂતોને વાવેતર માટે મળશે રૂ. 3 લાખ જેટલી સહાય ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. હાલ ખેડૂતોને વિવિધ સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે i khedut પોર્ટલ 31-5-2023 સુધી ખુલ્લુ મૂકવામા આવ્યુ છે. જેમા વિવિધ ઘટકો જેવા કે ખેતી ઉપયોગી સાધનો માટે સબસીડી મેળવવા ઓનલાઇન અરજી કરવાનુ ચાલુ છે. જેમા આજે આપણે કમલમ એટલે કે ડ્રેગન ફ્રુટ વાવેતર માટે કેટલી સહાય મળે તેની માહિતી મેળવીશુ.

ફ્રુટ સહાય યોજના 2023

ડ્રેગન ફ્રુટ સહાય યોજના 2023 | Dragon Fruit Yojana 2023

યોજના નામ ડ્રેગન ફ્રુટ સહાય યોજના
યોજનાનો હેતુ ખેડૂતોને ડ્રેગન ફ્રુટ વાવેતર માટે સહાય
અરજી કરવાની છેલ્લી તારીખ 31/05/2023
ઓફીસીયલ પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/

ખેડૂતોને ડ્રેગન ફ્રુટ વાવેતર માટે સહાય

  • ડ્રેગન ફ્રુટ યોજના અંતર્ગત રૂ. ૬,૦૦,૦૦૦/હેકટર સહાય: સામાન્ય જાતિના ખેડુતને ૫૦% અથવા મહત્તમ રૂ. ૩,૦૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
  • લાભાર્થી દિઠ આજીવન ૦.૨૦ હેકટર થી મહતમ ૧ હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.
  • આ યોજના હેઠળ પ્રથમ વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ ૧૧૧૧ નંગ સિમેન્ટપોલ /પાઇપ મુજબ મહતમ ખર્ચ- રૂ. ૩,૩૩,૦૦૦/- ધ્યાને લેવાનો રહેશે.
  • જયારે પ્લાન્ટીગ મટીરીયલ માટે પ્રતિ હેકટર ૪૪૪૪ નંગ રોપા મુજબ મહતમ ખર્ચ- રૂ. ૧,૫૫,૫૪૦/- ધ્યાને લેવાનો રહેશે.
  • પ્રથમ વર્ષે થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ ૫૦ ટકા અથવા મહત્તમ રૂ. ૨,૪૪,૪૨૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
  • જયારે બીજા વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ ૧૧૧૧ નંગ હેડ રીંગ અથવા ૪૦૦ કિ.ગ્રા ટ્રેલીઝીંગ અને વાયરનો મહતમ ખર્ચ- રૂ. ૧,૧૧,૧૬૦/- ધ્યાને લેવાનો રહેશે.
  • બીજા વર્ષે હેડ રીંગ/ ટ્રેલીઝીંગમાં થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ ૫૦ ટકા અથવા મહત્તમ રૂ. ૫૫,૫૮૦/-બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.

અનુસુચિત જનજાતિ માટે ડ્રેગન ફ્રુટ વાવેતર માટે સહાય

  • યુનિટ કોસ્ટ:- રૂ. ૬,૦૦,૦૦૦/હેકટર સહાય: અનુ.જન જાતિના ખેડુતને ૭૫% અથવા મહત્તમ રૂ. ૪,૫૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
  • લાભાર્થી દિઠ આજીવન ૦.૨૦ હેકટર થી મહતમ ૧ હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.
  • આ યોજના હેઠળ પ્રથમ વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ ૧૧૧૧ નંગ સિમેન્ટપોલ /પાઇપ મુજબ મહતમ ખર્ચ- રૂ. ૩,૩૩,૦૦૦/- ધ્યાને લેવાનો રહેશે.
  • જયારે પ્લાન્ટીગ મટીરીયલ માટે પ્રતિ હેકટર ૪૪૪૪ નંગ રોપા મુજબ મહતમ ખર્ચ- રૂ. ૧,૫૫,૫૪૦/- ધ્યાને લેવાનો રહેશે.
  • પ્રથમ વર્ષે થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ ૭૫ ટકા અથવા મહત્તમ રૂ. ૩,૬૬,૬૩૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
  • જયારે બીજા વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ ૧૧૧૧ નંગ હેડ રીંગ અથવા ૪૦૦ કિ.ગ્રા ટ્રેલીઝીંગ અને વાયરનો મહતમ ખર્ચ- રૂ. ૧,૧૧,૧૬૦/- ધ્યાને લેવાનો રહેશે.
  • બીજા વર્ષે હેડ રીંગ/ ટ્રેલીઝીંગમાં થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ ૭૫ ટકા અથવા મહત્તમ રૂ. ૮૩,૩૭૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.

અનુસુચિત જાતિ માટે ડ્રેગન ફ્રુટ વાવેતર માટે સહાય

  • યુનિટ કોસ્ટ:- રૂ. ૬,૦૦,૦૦૦/હેકટર
  • સહાય: અનુ.જાતિના ખેડુતને ૭૫% અથવા મહત્તમ રૂ. ૪,૫૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
  • લાભાર્થી દિઠ આજીવન ૦.૨૦ હેકટર થી મહતમ ૧ હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.
  • આ યોજના હેઠળ પ્રથમ વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ ૧૧૧૧ નંગ સિમેન્ટપોલ /પાઇપ મુજબ મહતમ ખર્ચ- રૂ. ૩,૩૩,૦૦૦/- ધ્યાને લેવાનો રહેશે.
  • જયારે પ્લાન્ટીગ મટીરીયલ માટે પ્રતિ હેકટર ૪૪૪૪ નંગ રોપા મુજબ મહતમ ખર્ચ- રૂ. ૧,૫૫,૫૪૦/- ધ્યાને લેવાનો રહેશે.
  • પ્રથમ વર્ષે થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ ૭૫ ટકા અથવા મહત્તમ રૂ. ૩,૬૬,૬૩૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
  • જયારે બીજા વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ ૧૧૧૧ નંગ હેડ રીંગ અથવા ૪૦૦ કિ.ગ્રા ટ્રેલીઝીંગ અને વાયરનો મહતમ ખર્ચ- રૂ. ૧,૧૧,૧૬૦/- ધ્યાને લેવાનો રહેશે. બીજા વર્ષે હેડ રીંગ/ ટ્રેલીઝીંગમાં થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ ૭૫ ટકા અથવા મહત્તમ રૂ. ૮૩,૩૭૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.

મહત્વપૂર્ણ લિંક

I Khedut પર ફોર્મ ભરવા અહી ક્લિક કરો
બીજી યોજના માટે અહી ક્લિક કરો
Updated: October 7, 2024 — 9:15 PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *