વાસંતિક વમન ના ફાયદા જાણો | Know the benefits of Vasantik Vaman

વાસંતિક વમન ના ફાયદા જાણો | Know the benefits of Vasantik Vaman: ગુજરાત સરકારની આરોગ્ય અને પરિવાર કલ્યાણન વિભાગના આયુષ પ્રભાગ હસ્તક આવેલ સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ કોલેજ સંલગ્ન હાસ્પિટલના પંચકર્મ વિભાગમાં “વાસંતિક વમન” ક્યારે ક્યાં જ્યારે શિયાળાની બે ઋતુ હેમંત અને શિશિર માં કરેલા ગુરુ, સ્નિગ્ધ ભોજન અને વિહાર ના કારણે તથા ઋતુના પ્રભાવાથી શરીરમાં કફ જમા થાય છે. વસંત ઋતુમાં સૂર્યના તાપથી કફ ઓગળે છે જેથી જઠરાગ્નિ મંદ થઈ અનેક રોગો ઉત્પન થાય છે. આ કફને શરીરની બહાર કાઢવા આયુર્વેદમાં વસંત ઋતુમાં વમનને શ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે. વમન કર્મથી શરીરમાં જમા થયેલા કફ તથા પિત્ત બહાર નીકળી જવાથી તથા શરીરની અન્ય વિકૃતિ બહાર નીકળી જવાથી શરીર શુદ્ધિ થઈ આખું વર્ષ અનેક રોગોથી બચી શકાય છે.

વમન પ્રક્રિયામાં ઉલટી દ્વારા દોષોને બહાર કાઢવામાં આવે છે. આ પ્રકિયામાં સામાન્ય રીતે 10 દિવસ જેટલો સમય લાગે છે.

વમન સાધિત રોગો

1.થાઈરોઈડ
2.ડાયાબિટસ
3.કોલેસ્ટેરોલ
4.બ્લડ પ્રેશર
5. સ્થૂળતા

ચામડીના રોગો

1.ખીલ
2.દાદર
3.ખરજવું
4.સોરિયાસીસ

પાયનના રોગો

1.અજીર્ણ
2.એસિડિટી
3.ભૂખ ન લાગવી

શ્વશનતાંત્ર રોગો

1.શ્વાસ
2.કફ
3.એલર્જી
4.નાકમાંથી પાણી પડવું

આ વાસંતિક વમન વસંત ઋતુમાં સ્વથ્ય વ્યકિત પણ વમન કરાવી શકે છે.

વધુમાં સરકાર માન્ય સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ કોલેજ સંલગ્ન હાસ્પિટલ, કોલવડા-ગાંધીનગરની ખાતે આવેલ છે.

Updated: October 7, 2024 — 9:15 PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *