Birth Certificate Online: જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો

Birth Certificate Online: જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈન, ગુજરાત સરકારે જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર ઑનલાઇન ડાઉનલોડ કરવા માટે eolakh પોર્ટલ શરૂ કર્યું, કોઈપણ ગુજરાતનો નાગરિક આ પોર્ટલ દ્વારા જન્મ પ્રમાણપત્ર માટે ઑનલાઇન અરજી કરી શકે છે https://eolakh.gujarat.gov.in/, વિભાગ જન્મ અને મૃત્યુની નોંધણી કરી રહ્યું છે જે અંદરના વિસ્તારોમાં થાય છે.

Birth Certificate Online

Birth Certificate Online

How to get Online Birth Certificate in Gujarat | Gujarat Birth Certificate Online Registration Process. Check online application status @eolakh on the official website of birth and death certificates. ગુજરાતમાં જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું | ગુજરાત જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા । જન્મ પ્રમાણપત્રની સત્તાવાર વેબસાઈટ @eolakh પર ઓનલાઈન અરજીની સ્થિતિ તપાસો.

પોસ્ટ ટાઈટલ Birth Certificate online in Gujarat
પોસ્ટ નામ જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો
વિભાગ આરોગ્ય અને કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર
રાજ્ય ગુજરાત
સત્તાવાર વેબ સાઈટ eolakh.gujarat.gov.in
સુવિધા ઓનલાઈન

જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો

જન્મની ઓનલાઈન નોંધણી માટે (ઈ ઓળખ) એપ્લીકેશન, નેશનલ ઇન્ફ્રોર્મેટીક્સ સેન્ટર, ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત સરકારના આરોગ્ય અને કલ્યાણ વિભાગ માટે વિકસાવવામાં આવી છે. આ એપ્લીકેશનમાં કોઈપણ સમસ્યા હોય અથવા એપ્લીકેશન સબંધિત સૂચનો હોય તો નાયબ રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ) અને અધિક નિયામકશ્રી (આંકડા), બ્લોક 5/3, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર – 382010નો સંપર્ક સાધવા વિનંતી છે. Birth Certificate online in Gujarat, વધુમાં, જીલ્લા જીલ્લાકક્ષાના પ્રશ્નના માર્ગદર્શન માટે સબંધિત જીલ્લા પંચાયત ખાતે ફરજ બજાવતા જીલ્લા રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ) અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીનો સંપર્ક સાધવા વિનંતી છે.

જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો

  • જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે આપની પાસે અરજી નંબર કે મોબાઈલ નંબર હોવો જરૂરી છે.
  • અરજી નંબર સિસ્ટમ દ્વારા જન્મની નોંધણી વખતે રજુ કરવામાં આવેલ મોબાઈલ નંબર ઉપર SMSથી મોકલવામાં આવશે/મોકલવામાં આવેલ હશે. જે પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા સાચવી રાખવો.
  • દાખલ કરવામાં આવેલ મોબાઈલ નંબર કે અરજી નંબર સાથે લીંક જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે.
  • જો દાખલ કરવામાં આવેલ મોબાઈલ નંબર કે અરજી નંબર ખોટો હશે તો પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે નહી. તેમ છતાં તાંત્રિક કારણોસર ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડે તો, સૌપ્રથમ સંબંધિત રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ)ની કચેરીનો કે જીલ્લા રજીસ્ટ્રાર(જન્મ-મરણ) અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીનો કે તેમની કચેરીનો સંપર્ક સાધવા વિનંતી છે. સંપર્ક નંબરો હોમ પેજ ઉપર આપેલા છે.
  • આ રીતે કોમ્પ્યુટરાઈઝ્ડ પદ્ધતિથી જનરેટ થતા પ્રમાણપત્રો માન્ય રાખવા અત્રેની કચેરી દ્વારા તારીખ 05/02/2020ના પરિપત્રથી વિગતવાર સૂચનાઓ આપવામાં આવેલ છે.

જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કઈ રીતે કરવું?

  • સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ https://eolakh.gujarat.gov.in પર જાઓ.
  • ત્યારબાદ ડાઉનલોડ સર્ટીફીકેટ બટન પર ક્લિક કરો.
  • ઓપ્શન પસંદ કરો -> જન્મ / મરણ.
  • પસંદ કરો -> અરજી નંબર / મોબાઈલ નંબર.
  • એક બોક્સમાં અરજી નંબર અથવા મોબાઈલ નંબર લખો.
  • બીજા બોક્સમાં વર્ષ લખો.
  • સર્ચ ડેટા બટન પર ક્લિક કરો.
  • PDF ફાઈલ ડાઉનલોડ કરી લ્યો ભવિષ્યના ઉપયોગ માટે.
Birth Certificate Online Download અહીં ક્લિક કરો

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate Online) ડાઉનલોડ કરવાની વેબસાઈટ કઈ છે ?

eolakh.gujarat.gov.in

eolakha સાઈટ પરથી કઈ સેવા મળશે ?

જન્મ / મરણ પ્રમાણપત્ર

જન્મ પ્રમાણપત્ર સેવા ક્યાં વિભાગ અંતર્ગત આવે છે ?

આરોગ્ય અને કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર

Updated: October 7, 2024 — 9:15 PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *