Vehicle Driving Rules: ગુજરાત વાહન ચાલકો માટે મોટા સમાચાર, જાણો નિયમ

Vehicle Driving Rules: ગુજરાતમાં આગામી 1 જુલાઈથી નંબર પ્લેટ વિનાના વાહનોને મોટો દંડ ફટકારવામાં આવશે, નવા નિયમ પ્રમાણે વાહનમાં હવે એપ્લાઈડ ફોર રજિસ્ટ્રેશનનું સ્ટીકર પણ ચાલશે નહીં.

  • RTO ના બદલે શો-રૂમમાંથી નંબર પ્લેટ મળે તેવી વ્યવસ્થા કરાશે
  • વાહનમાં એપ્લાઈડ ફોર રજિસ્ટ્રેશનનું સ્ટીકર ચાલશે નહીં
  • નવો નિયમ લાગુ થતાં 15 દિવસનો સમય લાગી શકે

Vehicle Driving Rules

Vehicle Driving Rules

Vehicle Driving Rules: ગુજરાતમાં વાહનોની નંબર પ્લેટને લઈને નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. જે મુજબ 1 જુલાઈથી નંબર પ્લેટ વિનાના વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. નંબર પ્લેટ વિનાના વાહનોને મોટો દંડ ફટકારવામાં આવશે. એટલે કે 1 જુલાઈ બાદ ‘Applied For Registration’નું સ્ટિકર લાગેલું હશે તો પણ દંડ ફટકારવામાં આવશે.

નંબર પ્લેટ વિનાના વાહનોને ફટકારાશે દંડ

રાજ્યમાં નંબરપ્લેટ વિનાના વાહનો વિરુદ્ધ કાર્યવાહી થશે. 1 જુલાઈથી નંબર પ્લેટ વિનાના વાહનો વિરુદ્ધ કાર્યવાહી થશે. નંબર પ્લેટ વિનાના વાહનોને મોટો દંડ ફટકારાશે. વાહનમાં એપ્લાઈડ ફોર રજિસ્ટ્રેશનનું સ્ટીકર ચાલશે નહીં. આવતા મહિનાથી RTOને બદલે શો-રૂમમાંથી નંબર પ્લેટ મળે તેવી વ્યવસ્થા કરાશે. તમામ વાહનો એટલે કે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, કાર, 7. 5 ટનથી ઓછી ક્ષમતાવાળા માલસામાન, ટ્રેક્ટર અને અન્ય સાધનો પર નવો નિયમ લાગુ કરાશે.

કયા વાહન ચાલકોને છૂટ આપવામાં આવશે?

જુલાઈના પ્રથમ સપ્તાહ પહેલા જો કઈ નવા વાહનની ડિલિવરી થઈ હશે તો તેને આમાંથી છૂટ આપવામાં આવશે. પરંતુ જુલાઈના પહેલા સપ્તાહ પછી જો કોઈ વાહનોમાં આ મુજબ રજિસ્ટ્રેશન નહીં થયું હોય તો ચાલકને દંડ ફટકારવામાં આવશે. નવો નિયમ લાગુ થતાં 15 દિવસનો સમય લાગી શકે તેમ છે. વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, વાહનોને RTOમાં ફિઝિકલ વેરિફિકેશનની જરૂર રહેશે નહીં. એક વખત પેપર અપલોડ થતાં જ વાહનનો નંબર પણ એલોટ કરી દેવામાં આવશે અને ડિલરે જ નંબર પ્લેટ ફીટ કરી આપવાની રહેશે.

રજિસ્ટ્રેશનથી લઈ નંબર પ્લેટની પ્રક્રિયા શો-રૂમથી જ થશે

આ ઉપરાંત હવેથી વાહનોના રજિસ્ટ્રેશનથી લઈ નંબર પ્લેટની પ્રક્રિયા શો-રૂમથી જ થશે. આ પ્રક્રિયા આગામી 1 જુલાઈથી શરૂ કરાશે. મહત્વનું છે કે પહેલાં RTOમાંથી જ વેરિફાઇ અને એપ્રૂવલની કામગીરી થતી હતી અને આરટીઓમાંથી નંબર એલોટમેન્ટ થતા હતા. પરંતુ હવે તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શો-રૂમમાંથી જ કરાશે. ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ નવા વાહનને નંબર પ્લેટ લાગી જશે. આ માટે શો-રૂમના ડીલર્સને RTO દ્વારા તાલીમ આપવામાં આવશે.

Updated: October 7, 2024 — 9:15 PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *